Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરઆંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કામગીરી ન સોંપવા માંગણી

આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કામગીરી ન સોંપવા માંગણી

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

- Advertisement -

આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કોઇ કામગીરી ન સોંપવા અને કુપોષણ નાબુદ કરવા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભરતભાઇ વાળા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપેલ માહિતી મુજબ દેશમાં છ વર્ષ સુધીના 9.27 લાખ બાળકો કુપોષણથી પીડિત છે. જ્યારે ગુજરાતમાં શૂન્યથી છ વર્ષ સુધીના 2.42 લાખ થી વધુ બાળકો કુપોષણનો શિકાર હોવાનું સરકાર વિધાનસભામાં જાહેર કરી ચૂકી છે. ત્યારે કુપોષણ નાબુદ કરવા માટે કટિબદ્ધ આંગણવાડી કાર્યકરોને આંગણવાડી સિવાયની કામગીરીમાં પરાણે જોતરવામાં આવે છે. જેથી ગુજરાતમાં કુપોષણનો આંક વધતો જાય છે. આથી ફિકસ પગારના આંગણવાડી કાર્યકરોને અન્ય કામગીરીમાં જોતરીને મામલતદાર દ્વારા સરકારના પરિપત્રનો પણ ઉલાળિયો કરવામાં આવે છે. આથી આંગણવાડી કાર્યકરોએ આઇસીડીએસ સિવાયની કોઇ કામગીરી ન સોંપવા અને કુપોષણ નાબુદ કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular