Saturday, January 31, 2026
Homeસમાચારરાષ્ટ્રીયયાસીન મલિકના સપોર્ટમાં ઉતરેલા શાહીદ આફરીદીની બોલતી અમિત મિશ્રાએ કરી બંધ

યાસીન મલિકના સપોર્ટમાં ઉતરેલા શાહીદ આફરીદીની બોલતી અમિત મિશ્રાએ કરી બંધ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફરીદી તેના બિનજરૂરી નિવેદનો માટે પ્રખ્યાત છે. યાસીન મલિક કે જેના પર ટેરર ફંડિંગ તથા અન્ય અનેક ગુનાઓ દાખલ છે અને કોર્ટ તેને સજા આપવાની તૈયારીમાં હોય તેવા સમયે આફરીદીએ ટ્વીટર પર યાસીન મલિકની તરફેણમાં લખ્યું “ભારત જે રીતે માનવાધિકાર હનન ની વિરુદ્ધ અવાજ ઉઠાવનારને ચુપ કરવાની કોશિશ કરી રહ્યું છે તે વ્યર્થ છે. યાસીન મલિકની વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપ કાશ્મીરની આઝાદી ની વિરુદ્ધ સંઘર્ષને રોકી નહિ શકે. હું સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરું છુ કે તેઓ કાશ્મીરી નેતાઓ ની વિરુદ્ધ આ રીતે થતા અનૈતિક ટ્રોલ્સ ને ધ્યાનમાં લે.”

- Advertisement -

 

- Advertisement -

પરંતુ આફરીદીના આ ટ્વીટ નો લેગ સ્પિનર અમિત મિશ્રાએ મુહતોડ જવાબ આપ્યો હતો અને લખ્યું “પ્રિય શહીદ આફરીદી તેણે કોર્ટ રૂમમાં ખુદને દોષી કબુલ કર્યું છે. તમારી બર્થડેટની જેમ બધુજ મિસલીડીંગ ના હોય શકે”

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular