જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોક પાસે રહેતાં યુવાનની છેલ્લાં એક માસથી જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તે દરમ્યાન તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોક પાસે રહેતાં ભરતભાઇ રાજુભાઇ સાગઠિયા(ઉ.વ.32) નામના યુવાનને ડાયાબિટીસ, ટીબી, હરસ તથા ફેફસાંની બિમારી જેવી ઘણી બિમારીઓ હોય અને રખડતું જીવન જીવતાં હોય એકલાં રહેતાં હોય છેલ્લા એક માસથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતાં. સારવાર દરમ્યાન ગઇકાલે ફરજ પરનાર તબિબોએ તેમનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મોહનભાઇ દેવાભાઇ વાધેલાએ જાણ કરાતા પીએસઆઇ કે.આર.સિસોદિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.