ગ્રેસ યુથ કલબ દ્વારા આજરોજ એલ.જી.હરિયા સ્કુલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.જી.હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે આયોજીત આ રકતદાન કેમ્પમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, સંસ્થાના ફાઉન્ડર ધરતી ઉમરાણીયા, ભાવિશાબેન ધોળકિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.