ધ્રોલમાં જોડિયાનાકા સામે રહેતાં આધેડ કોઇ કામધંધો કરતા ન હોય જે બાબતે પરિવારના સભ્યોએ કામ ધંધો કરવાનું કહેતાં તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલના જોડિયા નાકા સામે રહેતાં દિનેશભાઇ હોરાભાઇ ચાવડા(ઉ.વ.47) એકલવાયું જીવન જીવતા હતાં અને કોઇ ધંધો કરતાં ન હતાં જે બાબતે પરિવારના સભ્યોએ કામધંધો કરવાનું કહેતાં તેનું મનમાં લાગી આવતાં શનીવારે સાંજના સમયે દિનેશભાઇએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે ધનજીભાઇ ગોરાભાઇ ચાવડા દ્વારા જાણ કરતાં હેકો.ડી.એ.રાઠોડ તથા સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.