છત્તીસગઢના જગદલપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચિત્રકોટ ધોધ પરથી એક યુવતીએ છલાંગ લગાવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ધોધ પાસે પહોંચી અને ત્યાંથી અચાનક કૂદી પડી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ધોધમાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ખલાસીઓ પણ નીચે હતા, પણ તેઓ બચાવી શક્યા ન હતા.
#Chhattisgarh #video #Viralvideo
છત્તીસગઢના ચિત્રકોટ ધોધ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ
વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/MCNVryjOhX— Khabar Gujarat (@khabargujarat) May 21, 2022
પોલીસે આજુબાજુમાં લોકોની પુછપરછ કરતાં લોકોએ જણાવ્યું હતું કે તેણીએ આપઘાત કરવા માટે 100 ફૂટ જેટલી ઉંચાઈએ થી ધોધમાં કુદકો માર્યો હતો. લોકોએ તેણીને રોકવાની કોશિશ પણ કરી હતી. પણ તે માની ન હતી. અને કોઈએ આ ઘટના મોબાઈલમાં કેદ કરી હતી. જે વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો કે.