ધ્રોલ તાલુકાના હજામચોરામાં રહેતાં ખેડૂત વૃધ્ધ છેલ્લાં બે વર્ષથી આર્થિક સંકડામણ અનુભવતા હતાં અને એક પુત્ર દિવ્યાંગ હોય અને તેના લગ્ન બાકી હોવાથી ચિંતામાં જીંદગીથી કંટાળીને વાડીના શેઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતાં અને ખેતી કરતાં રવજીભાઇ વેલજીભાઇ રાસમીયા (ઉ.વ.65) નામના વૃધ્ધ ખેડૂત છેલ્લાં બે વર્ષથી આર્થિક સંકડામણ અનુભવતા હતાં. તેમજ તેમનો એક પુત્ર દિવ્યાંગ હોવાથી લગ્ન બાકી હતાં. વૃધ્ધ પુત્રની ચિંતામાં જીંદગીથી કંટાળી ગુરૂવારે રાત્રીના સમયે ગામની સીમમાં આવેલી તેની વાડીના શેઢા પાસે જંતુનાશક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વૃધ્ધને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ ધારશીભાઇ દ્વારા જાણ કરાતાં હેકો.એચ.બી.સોઢિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.