રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ વય જૂથના કોવિડ વેક્સિનેશનના પ્રિકોશન ડોઝ માટે લાયક હોય તેવા લાભાર્થીઓ આવરી લેવાના ઉદ્ેશથી આગામી તા. 22મેના રોજ જામનગર શહેર તથા જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/પેટા આરોગ્ય કેન્દ્ર પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાગુ પડતા દરેક લાભાર્થીઓનો ટેલિફોનિક સંપર્ક કરી વેક્સિનેશન કેમ્પમાં આવરી લેવામાં આવશે તથા જરુરીયાત મુજબ ‘હર ઘર દસ્તક’ મુજબ ઘરે-ઘરે જઇને કોવિડ વેક્સિનેશન મળી રહે તે માટેનું આયોજન જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીમાં વેક્સિનેશન (રસિકરણ) કામગીરી કોરોના નિયંત્રણમાં ખૂબ જ અસરકારક હથિયર સાબિત થયેલ છે. તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ લાયક તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ તથા બીજો ડોઝ લેવો ખૂબ જ જરુરી હોય, બાકી રહેતા તમામ લાયક લાભાર્થીઓને આ મેગા કેમ્પનો લાભ લેવા તથા રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓને કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પમાં સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.