Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં 5 જૂને ચોમાસાની એન્ટ્રી

મહારાષ્ટ્રમાં 5 જૂને ચોમાસાની એન્ટ્રી

- Advertisement -

મહારાષ્ટ્રમાં રહેતા લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. છેલ્લા ત્રણ મહિનાથી વધી રહેલા ઉનાળાનો કહેર ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 5 જૂને ચોમાસુ દસ્તક આપવાનું છે. ભારતીય હવામાન વિભાગએ આ અંદાજ આપ્યો છે. દક્ષિણ પૂર્વ ચોમાસું 16મી મેના રોજ આંદામાન એટલે કે બંગાળની ખાડીમાં આવી ગયું છે. તેમજ હવામાન વિભાગે આગામી સપ્તાહના અંત સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થવાની વાત કહી છે. મહારાષ્ટ્રમાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 જૂનથી 8 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશશે.

- Advertisement -

ભારતીય હવામાન વિભાગના નિષ્ણાત કે.એસ. હોસાલીકરે રાજ્યમાં ખરીફ સિઝનની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠકમાં આ માહિતી આપી છે. આ વખતે ખરીફ પાક માટે જરૂરીયાત મુજબ વરસાદ થશે કે કેમ તે મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સવાલો એ હતા કે, આ વખતે સમગ્ર મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે કે, સરેરાશ રહેશે કે ઓછો? આ સાથે કેએસ હોસાલીકરે માહિતી પણ આપી કે આખું મહારાષ્ટ્ર ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે, રાજ્યમાં ક્યારે પ્રવેશ કરશે?

આ બેઠકમાં કેએસ હોસાલિકરે આપેલી માહિતી મુજબ 5 જૂન સુધીમાં કોંકણ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દસ્તક આપશે અને 7-8 જૂન સુધીમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોને આવરી લેશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ આંદામાનમાં પ્રવેશેલું ચોમાસું 27 મેના રોજ કેરળમાં દસ્તક આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular