Saturday, December 6, 2025
Homeરાજ્યડાંગરવડ ગામે જૂગારના અખાડા પર પોલીસ ત્રાટકી

ડાંગરવડ ગામે જૂગારના અખાડા પર પોલીસ ત્રાટકી

કલ્યાણપુર તાબેના ડાંગરવડ ગામની વાડી વિસ્તારમાં રહેતા વેજા ઉર્ફે ભગત રામદે ઓડેદરા નામના 40 વર્ષીય શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી અને પોતાના કબજાની વાડીમાં આવેલા મકાન ધમધમતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળેથી પોલીસે વેજા ઉર્ફે ભગત ઓડેદરા સાથે ભીમા ઉર્ફે ધીરુ નાથા મોઢવાડિયા, વિજય ઉર્ફે વેજા મુરૂ ઓડેદરા અને કાના હરદાસ ગામી ગામના કુલ ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 50,800 રોકડા તથા રૂપિયા 23,500ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 74,350 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular