Thursday, December 26, 2024
Homeરાજ્યમાઉન્ટ એવરેસ્ટ સર કરનાર ખંભાળિયાના તબીબનું કાલે સ્વાગત કરાશે

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ખંભાળિયાના તબીબનું કાલે સ્વાગત કરાશે

પડકારરૂપ સિદ્ધિ હાંસલ કરનારા તબીબ ડો. સોમાત ચેતરીયાનો અનોખો રેકોર્ડ

- Advertisement -

એડવેન્ચર શોખીન તથા અગાઉ નેપાળના દુનિયાના આઠમાં ક્રમના અને આઠ હજાર મીટરની ઊંચાઇ ધરાવતા મનાસ્લુ પર્વત સર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવ્યા બાદ તાજેતરમાં ખંભાળિયાના યુવા તબીબ ડો. સોમાત ચેતરીયાએ વધુ એક પડકારરૂપ સિદ્ધિ મેળવી અને વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ પર્વતને સર કર્યો છે. આ ઐતિહાસિક અને રેકોર્ડ રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરીને ખંભાળિયા પરત આવતા આ યુવા તબીબ ડો. ચેતરીયાનું આવતીકાલે ગુરુવારે સવારે ખંભાળિયામાં ભવ્ય સ્વાગત- સન્માન કરવામાં આવનાર છે.

- Advertisement -

ખંભાળિયાથી દ્રઢ મનોબળ તથા તમામ પ્રકારની પૂર્વ તૈયારી તેમજ હાઈપોક્સીકની તાલીમ મેળવીને પોતાના શરીરને અનુકૂળ બનાવ્યા બાદ નીકળેલા ડોક્ટર સોમાત ચેતરીયાએ ગત તા. 13ના રોજ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. દ્રઢ મનોબળ હોય, ઇચ્છાશક્તિ હોય, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની મનમાં ધૂન હોય તો માઉન્ટ એવરેસ્ટ પણ નાનો પડે એ વાત ખેડૂતપુત્ર ડો. સોમાત ચેતરિયાએ સાબિત કરી દીધું છે.

ખંભાળિયાની સાંકેત હોસ્પિટલ મુખ્ય સંચાલક ડો. સોમાત ચેતરીયાએ ફક્ત 23 કલાકના ટૂંકા સમયગાળા દરમિયાન માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લાહોત્સે પર્વતને સર કરી અને અનોખી સિદ્ધિ તેમજ પર્વતારોહણના ઇતિહાસમાં એક રેકોર્ડ સ્થાયી કર્યો છે. માત્ર 23 દિવસમાં માઉન્ટ એવરસ્ટ શિખર સર કરી તેઓ સૌરાષ્ટ્રમાંથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વ્યક્તિ બનીને સમગ્ર ખંભાળિયા પંથકનું ગૌરવ વધાર્યું છે. આ અનોખી સિદ્ધિ મેળવી અને ડોક્ટર ચેતરીયા આવતીકાલે ગુરુવારે સવારે ખંભાળિયા ખાતે પરત ફરનાર છે. ત્યારે આ સિદ્ધિ મેળવી અને ખંભાળિયા સહિત સમગ્ર પંથક અને સમાજનું નામ રોશન કરનાર ડોક્ટર ચેતરીયાનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત-સન્માન કરી અને રેલી સ્વરૂપે આવકારવામાં આવશે. જેમાં સહભાગી થવા નગર જનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular