જામનગર શહેરના પ્રણામી સ્કુલ નજીક રહેતા એક યુવક અને તેના મિત્રોએ થોડા દિવસ પહેલા એક શખ્સને માર માર્યો હતો. તેનો ખાર રાખી ત્રણ દિવસ પૂર્વે પાંચ જેટલા શખ્સોએ યુવકને કારમાં બેસાડી અપશબ્દો બોલી ઇલેક્ટ્રિક વાયરથી આડેધડ માર માર્યો હતો. આ અંગે સીટી સી ડીવીઝન પોલીસે એક અજાણ્યા શખ્સ સહીત પાંચ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહરના પ્રણામી સ્કુલ પાસે રહેતા હિરેન હરેશભાઈ મંગે નામના યુવક અને તેના મિત્રએ પંદરેક દીવસ પહેલા રાજેન્દ્રસિંહ ચાવડા નામના શખ્સને માર માર્યો હતો જેનો ખાર રાખી ત્રણ દિવસ પૂર્વે બાબુભાઈ ફૂલવડી વાળાની નાસ્તાની દુકાન પાસે હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે યુવકને ગાળો કાઢી ઝાપટ મારી હતી. અને અન્ય બે શખ્સો કેયુર પટેલ અને રવિએ ગ્રે કલરની સ્વિફટ ગાડીમાં હિરેનભાઈને બેસાડી એક અજાણ્યા શખ્સ સહીત પાંચ શખ્સોએ લોખંડના હથિયાર અને ઇલેક્ટ્રિક વાયર વડે આડેધડ માર માર્યો હતો. બાદમાં હીરેનભાઈએ હાર્દિકસિંહ જીતુભા જાડેજા, કેયુર પટેલ, રવિ, રાજેન્દ્રસિંહ ચાવડા તથા એક અજાણ્યા શખ્સસ અમે સીટી સી ડીવીઝન પોલીસદફતરમાં આઇપીસી કલમ 323,324,294(ખ), 114 તથા જીપીએક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.