દેશમાં સતત વધતા જતા ફુગાવા અને વ્યાજદરમાં પણ વધારો થતા એક તરફ સરકારના બજારમાંથી જે નાણા મેળવવાની અને વિકાસ કામો માટે જંગી ભંડોળ ઉભુ કરવા માટેની ચિંતા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને છે તે વચ્ચે ફુગાવાની ગતિને બ્રેક લાગવાની કોઈ શકયતા નહી હોવાથી રીઝર્વ બેન્ક દ્વારા આગામી મહિને ફરી એક વખત વ્યાજદરમાં 25 થી 50 બેઝીક પોઈન્ટનો વધારો કરવામાં આવશે તેવા સંકેત છે.
આ માસમાં આરબીઆઈએ 40 બેઝીક પોઈન્ટ વ્યાજદર વધાર્યા છે પણ તેની અસર થતા લાંબો સમય લાગશે તે સામે હાલ જે બેન્કીંગ સહીતની સીસ્ટમમાં મોટા પ્રમાણમાં લીકવીડીટી છે તેને ઓછી કરીને ટાઈટ પોલીસી જરૂરી છે.
રીઝર્વ બેન્ક તેના માટે અનેક પ્રકારનાં પગલા પર વિચારણા કરી રહી છે જેના કારણે બજારમાં જે માંગ છે તેમાં ઘટાડો થાય અને બજારમાં દબાણ ઉભુ થતા જ ફૂગાવો ઘટશે.
રીઝર્વ બેન્કે હાલમાં જ બેન્કો માટેની કેશ રીઝર્વ રેશીયા વધારીને સીસ્ટમમાંથી રૂા.87000 કરોડ પાછા ખેચ્યા છે પણ બેન્કો પાસે હજુ પણ જંગી રોકડ તથા ડીપોઝીટ છે અને તેની સામે ધિરાણને બ્રેક જેવી સ્થિતિ રીઝર્વ બેન્ક ફુગાવાનો અંદાજ વધારશે તે નિશ્ર્ચિત છે અને તે હવે 6.5 થી વધુ હશે આ સ્થિતિથી દેશની આર્થિક રીકવરીને પણ મોટી અસર થશે. એક તરફ વ્યાજદર મોંઘા થતા તેની અસર વ્યાપક થશે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલ વિજળી-ગેસ-તમામ મોંઘુ થતા ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને તેથી રીઝર્વ બેન્ક હાલ ઓકટોબર સુધી ફકત ફુગાવાને જ કાબુમાં રાખવાના એજન્ડા સાથે આગળ વધશે. ભુતકાળમાં ફુગાવો એ સપ્લાય સાઈડની ચિંતા હતી અને તે વધી રહી છે.
દેશમાં ખાદ્ય ફૂગાવો વધ્યો છે ધાતુ સહીતનાં કાચા માલના ભાવ વધ્યા છે તેથી રીઝર્વ બેન્કને મેદાનમાં આવવુ પડશે. આગામી સમયમાં રીઝર્વ બેન્ક જ નહિં વિશ્વની મોટાભાગની બેન્કોની ચિંતા ફૂગાવો છે અને તેથી જે કાંઈ માંગ છે તેને બહેલ કરવા કે બ્રેક મારીને ફૂગાવાને રોકવાનો પ્રયાસ થશે.