Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સIPLમાંથી બાપુ બહાર

IPLમાંથી બાપુ બહાર

રવિન્દ્ર જાડેજા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થતા ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું

- Advertisement -

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા આઇપીએલ 2022માંથી બહાર થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિગ્સે બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. રવીન્દ્ર જાડેજા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા, જેના લીધે ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે.

- Advertisement -

ચેન્નાઈ સુપર કિંઞ્સે બુધવારે સાંજે જારી કરેલા તેમના નિવેદનમાં કહ્યું, પાંસળીની ઈજાના કારણે રવીન્દ્ર જાડેજા દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રમી શક્યા ન હતા. તે હાલમાં મેડિકલ ટીમની દેખરેખમાં છે, આ આધારે તેને આઈપીએલ 2022ની બાકીની સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી રવિન્દ્ર જાડેજા વિશે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી.

કારણ કે ચેન્નાઈ સુપર કિગ્સે ઈન્સ્ટાગ્રામ પર રવિન્દ્ર જાડેજાને અનફોલો કરી દીધા છે, સાથે જ રવિન્દ્ર જાડેજા પણ કોઈને ફોલો કરતા નથી. આવી સ્થિતિમાં સતત અટકળોનો દોર ચાલી રહ્યો હતો. આઈપીએલ 2022માં, ચેન્નાઈ સુપર કિગ્સે રવિન્દ્ર જાડેજાની કપ્તાનીમાં શરૂઆત કરી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે રવિન્દ્ર જાડેજાએ અધવચ્ચે જ કેપ્ટન્સી છોડી દીધી હતી. તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 8માંથી 6 મેચ હારી છે. એક તરફ રવિન્દ્ર જાડેજાએ સુકાનીપદ પાછું આપી દીધું અને તે પછી તે પ્લેઈંગ-11માંથી પણ બહાર થઈ ગયા. જોકે, આનું કારણ એક ઈજા હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular