સુમેર સ્પોર્ટસ કલબ તથા જેડીટીટીએના સંયુક્ત ઉપક્રમે ટેબલ ટેનિસ તાલિમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 1 મેથી આ સમર કેમ્પનો પ્રારંભ થયો હતો.
તા. 1 મેના રોજ સુમેર સ્પોર્ટસ કલબ ખાતે સુમેર કલબ તથા જેડીટીટીએના સંયુક્ત ઉપક્રમે આયોજીત સમર ટ્રેઇનિંગ કેમ્પમાં અનેક ખેલાડીઓ જોડાયા હતાં. કેમ્પની શરુઆત સુમેર કલબના પ્રેસિડેન્ટ રાજુભાઇ શાહ તથા જેડીટીટીએના વી.પી. જયેશભાઇ શાહ દ્વારા પ્રાસંગિક ગેઇમ રમીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવયો હતો.
આ પ્રસંગે જેડીટીટીએના પ્રેસિ. વિક્રમસિંહ જાડેજા, સેક્રેટરી પ્રકાશ નંદા, જો. સેક્રેટરી ઉર્મિલ શાહ, કેતનભાઇ કનખરા તથા દિનેશભાઇ કનખરા (ભાઇકાભાઇ) હાજર રહ્યા હતાં. કેમ્પના સંકલનમાં મહત્વનો ફાળો આપનાર ઉદય કટારમલ દિલ્હી હોવાથી ઉપસ્થિત રહી શકયા ન હતાં. પરંતુ દરેક પાર્ટીસીપન્ટસને આ તકે પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો હતો.
આ કેમ્પ અંગેની માહિતી જામનગર અગ્રગણ્ય સમાચારપત્રોમાં છાપવા માટે સંસ્થાના મિડીયા કન્વીનર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેમ્પમાં કુલ 28 ખેલાડીઓ રજીસ્ટર થયા છે. આગામી તા. 15થી શાળામાં રજાઓ જાહેર થયા બાદ પણ અનેક ખેલાડીઓ જોડાવાની ઇચ્છા ધરાવે છે. એવા દરેક ખેલાડીઓ જે શાળા ચાલુ હોવાથી આ કેમ્પમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેઓ પણ હજી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન ફોર્મની લીંક તા. 15 મે સુધી ખુલ્લી રાખવામાં આવશે. કેમ્પની ફી ફકત રૂા. 200 રાખવામાં આવી છે. કેમ્પમાં જોડાવા માટે https://forms.gle/QL14incTFLakhCaw9 ફોર્મ ભરવાની છેલ્લી તા. 15 મે-2022 સુધી રહેશે.
વધારે જાણકારી માટે ઉર્મિલ શાહ મો. 9426203738 તથા દિનેશ કનખરા મો. 9824503334નો સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનિય છે કે, સંસ્થાના અગ્રણીઓ અમદાવાદ ખાતે યોજાનાર ગુજરાત એસો.ની અગત્યની જનરલ બોર્ડની મિટિંગમાં હાજરી આપી હતી. વર્ષ 2022-23 માટે જામનગરમાં ફરી એક વખત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની મેજર રેન્કીંગ ટુર્નામેન્ટોનું આયોજન થાય તે માટે જેડીટીટીએનું મેનેજમેન્ટ પ્રયાસરત છે. આ કેમ્પ દ્વારા તૈયાર થયેલ ખેલાડીઓને ઘરઔગણે સારુ પ્રદર્શન કરવા માટે પ્લેટફોર્મ મળી રહે તે માટેનો પાયો મિટિંગમાં નખાયો હતો.