જામનગર કેવશજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની 55 વર્ષ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઇ છે. ત્યારે લેઉવા પટેલ સમાજના 15 કારોબારી સભ્યોની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય થયો છે.
જામનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજમાં જે કારોબારી સભ્યોની ચૂંટણી હતી. જેની મતગણરી રવિવારે પૂર્ણ થતાં પ્રગતિશીલ પેનલનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોમાં અશોકભાઈ ભંડેરી 1652, કિશોરભાઈ સંઘાણી 1645, કૈલાશભાઈ રામોલિયા 1625, જીતુભાઈ કમાણી 1622, તરૂણભાઈ વિરાણી 1665, દિનેશભાઈ સભાયા 1616, બીપીનભાઈ સોરઠીયા 1609, ભાવેશભાઈ કાનાણી 1524, મગનભાઈ ચાંગાણી 1615, મનસુખભાઈ રાબડીયા 1710, મનસુખભાઇ ભંડેરી, 1608, મયુરભાઈ મુંગરા 1549, રમેશભાઈ વેકરીયા 1522, લવજીભાઈ વાદી 1586, શૈલેષભાઈ પટેલ 1524 મત મળ્યા હતા.
જયારે વિઝન પેનલનો કારમો પરાજય થયો છે. ત્યારે વિઝન પેનલના ઉમેદવારો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ દોગા અને જિલ્લા ઉપપ્રમુખ આશિષ સોજિત્રા સહિત 13 કારોબારી સભ્યોનો કારમો પરાજય થયો છે. જયારે આમઆદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખનો પરાજય થતા લેઉવા પટેલ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચૂંટણીમાં ભારે ઉત્કંઠા જગાવી હતી.