જામનગર નજીક આવેલા ઠેબા બાયપાસ પાસે પાર્ક કરેલા ડમ્પર અને ટ્રકમાંથી રૂા.32,000 ની કિંમતની પાંચ નંગ બેટરીઓની ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઠેબા બાયપાસ નજીક નરેશભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરનું જીજે-06-એકસએકસ-1910 નંબરના પાર્ક કરેલા ડમ્પરમાંથી રૂા.18,000 ની કિંમતની બે બેટરી તેમજ જીતુભાઈ ગોગરાવાળાના જીજે-10-ટીટી-5706 નંબરના ટ્રકમાંથી રૂા.7000 ની કિંમતની બે બેટરી અને સબીરભાઈ છીતરાવાળાના જીજે-12-બીટી-0462 નંબરના ટ્રકમાંથી રૂા.7000 ની કિંમતની એક બેટરી મળી કુલ રૂા.32,000 ની કિંમતની કુલ પાંચ બેટરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની નરેશભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.