ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના સુશિષ્ય સાધક ગુરૂદેવ પૂ. હસમુખમુનિ મ.સા.ની સાધનાભૂમિ અનકાઇમાં પૂ.મુકતલીલમ પરિવારના પૂ.કિરણબાઇ મ.સા.ના સાંનિધ્યે પૂ.ચેતનમુનિ મ.સા.ના શુભાશીષે મૂળ રાજકોટના પૂ.રક્ષિતાબાઇ મહાસતીજીએ આજીવન સંથારાની મનોભાવના વ્યકત કરતાં 29 ઉપવાસમાં આજે તા. 30ના સંથારાનો 10 મો દિવસ છે. સાતાપૂર્વક આરાધના થઇ રહેલ છે. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા.એ મહાપરાક્રમ અનુમોદના કરેલ છે