Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદલિત સમાજના ઉત્થાન માટે જમીનની માગણી ઠુકરાવતો કલેકટરનો હુકમ રદ્

દલિત સમાજના ઉત્થાન માટે જમીનની માગણી ઠુકરાવતો કલેકટરનો હુકમ રદ્

રજૂઆતો ફરીથી સાંભળી યોગ્ય નિર્ણય કરો : મહેસુલ સચિવ

- Advertisement -

જામનગરના સર્વજન દલિત સમાજ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેરના એરફોર્સ રોડ ઉપર આવેલ સરકારી ખરાબાની સર્વે નં. 142 પૈકીની જમીનમાંથી અનુસુચિત જાતિના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે અમુક જમીન ફાળવવાની માગણી કલેકટર સમક્ષ કરવામાં આવી હતી અને તે સંબંધે સદરહુ જમીન ફાળવી શકાય કે કેમ તે સંદર્ભે કલેકટર દ્વારા રેવન્યુના જુદા જુદા વિભાગો તથા જિલ્લા પંચાયત, પીજીવીસીએલ, મ્યુનિ. કોર્પોરેશન વિગેરેના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતાં.

- Advertisement -

જમીનના નકશા મેળવવામાં આવેલ ઉપરાંત માગણીદાર સર્વજન દલિત સમાજ ટ્રસ્ટ દ્વારા સર્વિસ ચાર્જ પેટે સરકારમાં રૂા. 15,327 ભરપાઇ પણ કર્યા હતા અને ત્યારબાદ સરકારની માગણી મુજબના તમામ આધાર-પુરાવા પણ માગણીદાર સર્વજન દલિત સમાજ ટ્રસ્ટ દ્વારા પુરા પાડવામાં આવ્યા હતાં તેમજ આ જમીન આપવાથી સરકારને કોઇ નુકસાન થાય તેમ ન હોય તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી.

ઉપરાંત માગણીવાળી જમીનમાંથી કોઇપણ રોડ, ઇલેકટ્રીક લાઇન, ટેલિફોન લાઇન, રેલવે લાઇન પસાર થતી નથી અને તે રીતે કોઇપણ સરકારી ડિપાર્ટમેન્ટને આ જમીનની ફાળવણીથી કોઇ નુકસાન થાય તેમ નથી તેવી પણ માગણીદારે કલેકટર સમક્ષ રજૂઆતો કરી તેના પણ લેખિત આધારો પુરા પાડેલ હતાં અને સરકાર આ જમીન કોઇપણ બજાર કિંમતે ફાળવે તો તે રકમ પણ ચૂકવવાની સર્વજન દલિત સમાજ ટ્રસ્ટે લેખિતમાં કલેકટર સમક્ષ બાહેંધરી આપી હતી અને ફાળવવામાં આવનાર જમીનનો અનુસુચિત જાતિના વ્યક્તિઓના સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે જ ઉપયોગ થશે તેવી પણ બાહેંધરી આપી હતી અને તે બાબતે ટ્રસ્ટના વકીલએ કલેકટર સમક્ષ રજૂઆતો કરી હતી પરંતુ કલેકટર દ્વારા કોઇપણ વ્યાજબી અને ન્યયિક કારણ આપ્યા વિના જ સર્વજન દલિત સમાજ ટ્રસ્ટની જમીન ફાળવણીની માગણી કલેકટર જામનગરએ નામંજૂર કરી હતી. ત્યારબાદ કલેકટરના હુકમથી નારાજ થઇ સર્વજન દલિત સમાજ ટ્રસ્ટ દ્વારા કલેકટરના હુકમને મહેસુલ વિવાદ સચિવ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. રજૂઆતો ધ્યાને લઇ મહેસુલસિચિવ દ્વારા કલેકટરનો તા. 15-9-2020ના રોજનો જમીન ન ફાળવવાનો હુકમ રદ્ કરી સવાલવાળી જમીનની પછાત વર્ગના સામાજિક ઉત્થાન માટે જ માગણી કરવામાં આવેલ હોવાનું તમામ રેકર્ડ જોતાં જણાતું હોય તેવું તારણ આપી આ પરત્વે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા કલેકટરને આવેશ કર્યો છે.

- Advertisement -

આ કેસમાં સર્વજન દલિત સમાજ ટ્રસ્ટ વતી વકીલ કિરણભાઇ બી. બગડા તથા મનોજભાઇ શ્રીમાળી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular