દેવભૂમિ દ્વારકાથી 10 કિ.મી. દૂર આવેલા રમણિય શિવરાજપૂર બીચ ખાતે જામનગરની ઓલ ઈન્ડીયા ઈન્ડસ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટની નેશનલ ફાયર એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરિયાકિનારે રહેલો કચરો એકત્ર કરી કિનારો સ્વચ્છ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં ગ્રીન સોલ્જર્સ સ્કૂબા નેટવર્કના નિરવ પરીખ અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાકિનારે ફરવા આવતા લોકોએ પણ સ્વચ્છતા અંગે જાગૃત્તતા દાખવવી જોઇએ અને જ્યાં ત્યાં કચરો ફેંકવાને બદલે કચરાપેટીમાં જ કચરો ફેંકવો જોઇએ. જેથી દરિયાકિનારાની સ્વચ્છતા જળવાઈ રહે જેના કારણે દરિયાની સુંદરતા નિખરે.