ગુજરાતના દરિયાકિનારેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને પાકિસ્તાનથી આવી રહેલી બોટ માંથી 56કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની કીંમત 280 કરોડ જેટલી છે. હજુ થોડા દિવસ પહેલા જ ગાંધીધામ માંથી 300 કિલો જેટલું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.
આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી પાકિસ્તાની બોટ માંથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે. એટીએસ 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની પણ અટકાયત કરી લીધી છે.
રાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે 9 આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન 56 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારે ફરી એક વખત યુવાઓને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં એવરેજ 7,000 કરોડનું હેરોઈન દર વર્ષે કચ્છમાંથી પકડાયું છે. જોકે, સૌથી મોટો જથ્થો 2021 અને 2017માં પકડાયો હતો.