Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- Advertisement -

ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠનના નેજા હેઠળ સ્વ.જાડેજા નીલેશસિંહ તથા સ્વ.જાડેજા યુવરાજસિંહની પુણ્યતિથિ નીમીતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગ્લોબલ પેથ લેબોરેટરીના સહયોગથી વિનામૂલ્યે થાઈરોઈડ, સુગર અને બ્લડગ્રુપ ટેસ્ટ કરવાના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્ય મા જી જી હોસ્પિટલ જામનગરના સહયોગથી 101 બ્લડ બોટલ એકત્ર કરી જી જી હોસ્પિટલમા સુપ્રત કરવામાં આવી હતી જેનો લાભ જરૂરિયાત મંદ લોકોને થશે.

- Advertisement -

કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીધ્ધરાજસિંહ જાડેજા તથા જીલ્લામાથી ગીરીરાજસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ વીમલભાઈ કગથરા, રાજપૂત સમાજ ના કાર્યકારી પ્રમુખ નવલસિંહ જાડેજા, ઉપપ્રમુખ સી આર જાડેજા, રાજભા જાડેજા, ધારાસભ્ય હકુભાના પુત્ર જગદીશસિંહ જાડેજા, સ્ટે કમીટી ના ચેરમેન- મનીષભાઈ કટારીયા, ખંભાળિયાના ધારાસભ્ય વીક્રમભાઈ માડમ, શહેર કોગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીલેશભાઈ ઉદાણી, કોગ્રેસના કર્ણદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રભારી ઓ ના માર્ગદર્શન હેઠળ શહેર પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ જીલ્લા પ્રમુખ ગંભીરસિંહ સોઢા તેમજ સંગઠન ના હોદેદારોના સહકાર થકી યોજાયો હતો. આ સેવાકીય કાર્ય ના મુખ્ય દાતા તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, ગંભીરસિંહ સોઢા, દીવ્યરાજસિંહ જાડેજા તેમજ નરેન્દ્રસિંહ ગોહિલ તરફથી સહયોગ મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular