ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને જે ડર હતો આખરે તે જ થયું. ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં રોહિત શર્માની ટીમનો આ સતત સાતમો પરાજય હતો. આ હાર પછી શું હવે ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરૂં થશે કે કેમ, આ સવાલ દરેકના મનમાં છે. સૌથી વધુ પાંચ વખત IPL જીતનાર મુંબઈના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે ટૂર્નામેન્ટની કોઈપણ સિઝનમાં પ્રથમ સાત મેચ એટલે કે અડધી સિઝનની મેચ હારનારી ટીમ બની ગઈ. ગુરૂવારે ચેન્નઈ સામે બેટિંગ કરતા ટીમે ટોસ હાર્યા બાદ 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર ફિનિશિંગના બદલામાં ચેન્નઈએ 3 વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની સાત મેચોમાં આ બીજી જીત રહી હતી. છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી ધોનીએ મુંબઈના હાથમાંથી જીતને છીનવી લીધી હતી. ચેન્નઈની ટીમે છેલ્લી ઓવરમાં 17 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી ધોનીએ મુંબઈના હાથમાંથી જીતને છીનવી લીધી હતી. ચેન્નઈની ટીમે છેલ્લી ઓવરમાં 17 રન બનાવ્યા હતા. આ વખતે ભલે ટુર્નામેન્ટમાં 8ને બદલે 10 ટીમો રમી રહી હોય પરંતુ દરેક સિઝનની જેમ આ વખતે પણ એક ટીમના હિસ્સામાં માત્ર 14 મેચો જ રહેશે. ઈંઙકમાં કોઈપણ જે ટીમ એક સિઝનમાં 8 મેચ જીતે છે તેના 16 પોઈન્ટ હોય છે અને પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ર્ચિત માનવામાં આવે છે. આ હિસાબે હવે જો મુંબઈ પાસે તેની 7 મેચ બાકી છે જો તે જીતી જાય તો પણ તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. -0.892 નેટ રન રેટ સાથે, ટીમ હાલમાં તળિયે 10મા સ્થાન પર છે, તેથી તે આ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ જ ગઈ છે.