1983 માં સ્થપાયેલ જામનગરની સરકારી પોલીટેકનીક ટેકનિકલ શિક્ષણના ઉત્તરોઉત્તર ગુણવત્તા સુધારા માટે સતત પ્રતિબધ્ધ તથા આઉટકમ બેઇઝ અને સ્કિલ બેઇઝ એજ્યુકેશનના અનુસરણ બાબતે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, ન્યૂ દિલ્હી દ્વારા તા. 4-5-6 માર્ચ, 2022 ના સમયગાળા દરમિયાન થયેલી ઇન્સ્પેક્શન બાદ સંસ્થાના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી ત્રણ વર્ષ માટે એક્રેડિટેશન તા. 12ના રોજ પ્રાપ્ત થયું છે. જેને કારણે સંસ્થાના ફેકલ્ટીઓ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ માટે વોશિંગ્ટન એકોર્ડમાં ભારત દેશ એક સભ્ય દેશ તરીકે જોડાયેલ છે. જે અનુસંધાને વોશિંગ્ટન એકોર્ડ મુજબ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, ન્યુ દિલ્હી દ્વારા ભારતમાં ટેકનીકલ સંસ્થાઓના શૈક્ષણિક સ્તર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તા, આઉટકમ બેઇઝ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ વગેરે બાબતોનું ઇન્સ્પેક્શન કરીને એક્રેડિટેશન આપવામાં આવે છે. એક્રેડિટેશન પ્રાપ્ત થયેલ કોર્ષના વિધાર્થીઓને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે અને નોકરી મેળવવા માટે સરળતા થશે.
રાજ્ય ના ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એવી જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી પોલિટેકનિક કોલેજ વિધાર્થીઓને ઉત્કૃષ્ટ ટેકનિકલ જ્ઞાન તેમજ વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. અત્રેની સંસ્થાની કોમ્પ્યુટર એન્જીન્યરીંગ, મીકેનીકલ એન્જીન્યરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ, , સિવિલ એન્જીન્યરીંગ અને ઇસી એન્જીન્યરીંગ પૈકી ની કોમ્પ્યુટર એન્જીન્યરીંગ અને મીકેનીકલ એન્જીન્યરીંગ વિદ્યાશાખાએ ગત શૈક્ષણિક વર્ષ 2021-22 NBA એક્રેડિટેશન માટે અરજી કરી હતી. આ સંદર્ભે માર્ચ 4 થી 6 દરમ્યાન NBA, દિલ્હી દ્વારા નિમાયેલ તજજ્ઞોએ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલા, મીકેનીકલ એન્જીન્યરીંગ વિભાગના ખાતાના વડા એચ. વી. માંડલિયા, કોમ્પ્યુટર એન્જીન્યરીંગ વિભાગના ખાતાના વડા કે. એમ. શાહ, સંસ્થાના NBA કોર્ડિનર આર. બી. ડાભી તેમજ સંસ્થાના વિવિધ સ્ટાફને ઝીણવટથી પ્રશ્ર્નો પૂછીને, ચર્ચા કરીને અહીની કામગીરીના આધાર પુરાવા વગેરે ચકાસવામાં આવ્યા હતા. સંસ્થાની લાઈબ્રેરી, વિવિધ લેબોરેટરીઓ અને તેમાં રહેલ સાધનો, સંસ્થાનું બજેટ, જીટીયુનું વિધાર્થીઓનું રિઝલ્ટ, વિધાર્થીઓનું પ્લેસમેંટ, વિધાર્થીઓના પ્રોજેક્ટ્સ, સંસ્થાની Teaching Learning પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક સ્તર, ફેકલ્ટી દ્વારા લેવાયેલ તાલીમ અને તેમના દ્વારા થયેલ સંશોધન, વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી અનેક પ્રવૃતિઓ, સ્પોર્ટ્સ ફેસેલિટી તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના હાલના વિધાર્થીઓ, ભૂતપૂર્વ વિધાર્થીઓ, વાલીઓ, કંપનીઓ તેમજ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે સંસ્થાના સ્ટાફની ગેરહાજરીમાં સંસ્થાની કાર્યપદ્ધતિ વિષે મુક્તપણે ચર્ચા કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા અને ચકાસણીમાં આવેલ NBAના નિશ્ર્ચિત માપદંડો મુજબ તજજ્ઞો દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું. આ તમામ માપદંડોની ચકાસણીને આધારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી ત્રણ વર્ષ માટે એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. સંસ્થા ખાતે થેયલ NBA ની આ મીટિંગમાં વડી કચેરી, DTE ગાંધીનગર તરફથી પણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
વધુમાં આ કામગીરીમાં સંસ્થાના આચાર્ય દ્વારા જણાવ્યા મુજબ કમિશનર, ટેકનીકલ એજ્યુકેશન , ગાંધીનગર, વડી કચેરીના પ્રતિનિધિઓ, સંસ્થાના વિવિધ ખાતાના વડા, અધ્યાપકો, NBA કોર્ડીનેટર, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ ધગશ સાથે વિધાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે જહેમત ઉઠાવી હતી. આખા ભારતની એંજિનયરિંગ કોલેજો માટે ખુબજ અઘરું ગણાતું આ NBA એક્રેડિટેશનમાં સફળતા મેળવવા બદલ ટેકનિકલ શિક્ષણ કમિશનર જી. ટી. પંડ્યા દ્વારા સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલા તેમજ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. NBAની ચકાસણી તેમજ સમગ્ર માપદંડો વિધાર્થીલક્ષી હોવાથી તેમની તૈયારી સંસ્થા દ્વારા સતત ચાલતી પ્રક્રિયા છે. આ ઉપરાંત સંસ્થા બાકી રહેલ અન્ય વિદ્યાશાખાઓ પણ NBA એક્રેડિટેશન માટે ભવિષ્યમાં અરજી કરશે અને વધુ સફળતા માટે કટિબદ્ધ તેમ આચાર્યની યાદી જણાવે છે.