Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કેશવજી અરજણ લેઉવા પટેલની ચૂંટણીની મતગણતરી મોકૂફ

જામનગરની કેશવજી અરજણ લેઉવા પટેલની ચૂંટણીની મતગણતરી મોકૂફ

ચેરિટી કમિશનરના આદેશ બાદ ગણતરી કરાશે : ગુરૂવારે 75 ટકા મતદાન નોંધાયું : સૌપ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં પ્રગતિશિલ પેનલ અને વિઝન પેનલ વચ્ચે જંગ

- Advertisement -

જામનગરની કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજની ગુરૂવારે યોજાયેલી ચુંટણીમાં પટેલ સમાજ ખાતે 6 મતદાન મથકોમાં સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા નિમાયેલા ચુંટણી કમિશનરની દેખરેખ હેઠળ બે પેનલોના 32 ઉમેદવારોમાંથી 15 કારોબારી સભ્યો નક્કી કરવા 2465થી વધુ મતો પડતાં ચુંટણીમાં 75.12 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ રસાકસી ભરેલી ચૂંટણીમાં આજે મતગણતરી થનાર હતી પરંતુ ચેરિટી કમિશનરના આદેશથી આજની મત ગણતરી મોકૂફ રાખવામાં આવી છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગરમાં કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજના હોદ્ેદારો માટેની ચૂંટણી ગુરૂવારે યોજવામાં આવી હતી. આ ચૂંટણી સંયુકત ચેરિટી કમિશનરની દેખરેખ હેઠળ યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલ અને વીઝન પેનલના 32-3ર ઉમેદવારોએ 15ની સંખ્યા ધરાવતી કારોબારીમાં સભ્ય પદ મેળવવા ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ સોશ્યલ મીડીયા તેમજ મિત્ર વર્તુળો, સગા-સબંધીઓમાં મેસેજ દ્વારા ફોન દ્વારા પ્રચાર થયા બાદ ગુરૂવારે પટેલ સમાજમાં સભાસદ તરીકે નોંધાયેલા 3281 મતદારો માટે ચુંટણી કમિશનર દિપકભાઈ શેઠની દેખરેખ હેઠળ 6 મતદાન મથકો પર સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. જેમાં કુલ 2465 મતો પડયા હતાં એટલે 75.12 ટકા જેટલું મતદાન થયું હતું. આ મતદાનમાં એક નંબરના મથકમાં 1000 માંથી 159, બે નંબરમાં 700 માંથી 346, ત્રણ નંબરમાં 600 માંથી 483, ચાર નંબરમાં 600 થી 525, પાંચ નંબરમાં 600 માંથી 487 અને છ નંબરમાં 504 માંથી 465 મત પડયા હતાં.

- Advertisement -

આમ કુલ 3281 મતમાંથી 2465 મત પડયા હતાં. જેથી 75.12 ટકા જેટલું મતદાન થયું હતું. આ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ શુક્રવારે સવારે મત ગણતરી થનાર હતી. પરંતુ, ચૂંટણી કમિશનરે આજે યોજાનારી મત ગણતરી મોકૂફ રાખવાનો આદેશ કર્યો છે અને હવે મત ગણતરી આવતીકાલે અથવા તો આગામી બે-ત્રણ દિવસ પછી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular