ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની યાત્રા આજે કાલાવડ ખાતે પહોંચી હતી કાલાવડ ખાતે જામનગર જિલ્લા યુવા મોરચા દ્વારા યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને તેની સાથે નીકળેલી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાલાવડ તાલુકાના મોટાવડાલા ગામ થી કાલાવડ શહેર સુધી બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો બાઈક રેલી માં જોડાયા હતા. કાલાવડ શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કાલાવડ એપીએમસી ખાતે સભા યોજાઈ હતી. આ સભા માં શહીદ થયેલા કાલાવડ ના યુવાન હિતેન ઠેસિયા ના નિવાસસ્થાને થી માટી અને પુષ્પ લઈ કળશ આપવામાં આવ્યો હતો. આ કળશ યાત્રા માં ભેગો રાખવામાં આવશે.આ અંગે પ્રશાંત કોરાટે કહ્યું હતું કે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તેના ભાગરૂપે આ યાત્રા નરેન્દ્ર મોદીના સંદેશોએ લઇને નીકળી છે.નરેન્દ્ર મોદીના સંદેશા એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતને યુવાનો અપનાવે તે હેતુથી આ યાત્રા કાઢવામાં આવી છે,