પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી કોઈ વધારો થયો નથી અને સરકાર હવે ક્રુડતેલના ભાવમાં ઘટાડો થાય અને ઈંધણ ખુદની રીતે ઘટે અને તે પણ ઓઈલ કંપનીઓની અન્ડર રીકવરી પુરી રીતે વસુલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કર્યુ છે. સરકાર દેશના લોકોને રાહત આપવા માટે પેટ્રોલીયમ પેદાશોની એકસાઈઝ ઘટાડવા માટે કોઈ વિચારણા કરતી નથી. હાલમાં જ પેટ્રોલીયમ ઉત્પાદક ઓઈલ કંપનીઓ તથા નાણામંત્રાલય વચ્ચે પેટ્રોલીયમ ભાવ અંગે એક બેઠક યોજાઈ હતી અને તેમાં સરકારે હાલ ભાવ સ્થિર જ રાખવાની સૂચના આપી છે તથા ક્રુડતેલની વધઘટમાં કંપનીઓ ખૂદ જ ‘એડજેસ્ટમેન્ટ’ કરી લે તે જણાવીને હવે ઓઈલ કંપનીઓને રાહત આપવા માટે પણ જાહેર વેચાણના ભાવ યથાવત રાખીને એકસાઈઝ ઘટાડવાની માંગ નકારી હતી.