Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં ખુટીયાની હડફેટે ચડેલા વધુ એક યુવાનનો ભોગ લેવાયો

દ્વારકામાં ખુટીયાની હડફેટે ચડેલા વધુ એક યુવાનનો ભોગ લેવાયો

- Advertisement -

દ્વારકા અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેરમાર્ગો પર રખડતા અબોલ પશુઓના કારણે અસંખ્ય લોકોના ભોગ લેવાય છે તેમ છતાં સરકાર દ્વારા આ મામલે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી ત્યારે દ્વારકામાં એકટીવા પર દુધ લેવા જતાં યુવાનને એક માસ પૂર્વે ખુટીયાએ હડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા બળવંતભાઈ જાદવભાઈ સપારા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 8 માર્ચના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે પોતાના ઘરેથી એકટીવા મોટરસાયકલ પર બેસી અને દૂધ લેવા જઈ રહ્યા હતા, ત્યારે થોડે દૂર સનાતન બસ સ્ટેશન પાસે પહોંચતા બેફામ બની ગયેલા એક ખુટીયા (બળદે) એક્ટિવા ચાલક બળવંતભાઈને અડફેટે લીધા હતા. જેથી ફેંકાઈ ગયેલા બળવંતભાઈ સપારાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની ગીતાબેન સપારા દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, અબોલ પશુઓના કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સમગ્ર રાજ્યમાં વકરેલી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લેવા માટે ગંભીરતા દાખવતા નથી. જેના કારણે લોકોના ભોગ લેવાતા જાય છે તેમ છતાં જાહેર માર્ગો પર અબોલ પશુઓ બેફામ રખડતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular