યુવાઓ પોતાના જન્મદિવસની મિત્રો સાથે ઉજવણી કરતી વખતે ખોટા સીન સપાટા કરતા હોય છે. જેમાં અનેક વખત ન વિચાર્યું હોય તેવી ઘટનાઓ બને છે. આવી જ વધુ એક ઘટના મુંબઈમાંથી સામે આવી છે. જેમાં એક યુવક પોતાના બર્થડેની ઉજવણી તેના મિત્રો સાથે કરી રહ્યો હતો. પાર્ટીમાં રાહુલે જેવી જ કેપ કાપી તેના મિત્રોએ કેન્ડલ સળગાવી અને રાહુલે મોઢામાં મૂકી. બાદમાં તેના મિત્રોએ ઈંડાં ફેંકયા અને લોટ નાંખ્યો. જેના લીધે મોઢામાં સળગતી કેન્ડલના તણખલાઓના લીધે આગ લાગી અને રાહુલ આગની ચપેટમાં આવતા તેનું અડધું શરીર સળગી ગયું. જેનો સમગ્ર વિડીઓ પણ સામે આવ્યો છે.
#Maharashtra #mumbai #BirthdayCake #Khabargujarat
મુંબઈમાં યુવકને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી
કેક કાપ્ય બાદ યુવકે મોઢામાં સળગતી કેન્ડલ રાખી
મિત્રોએ ઇંડા અને લોટ ફેંકતા આગ લગતા યુવકનું અડધું શરીર સળગી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ pic.twitter.com/T4YZOEcaW7
— Khabar Gujarat (@khabargujarat) April 14, 2022
બાદમાં રાહુલના મિત્રોએ તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ડોકટરોના કહેવા મુજબ રાહુલનો જીવ તો બચી ગયો પરંતુ તેને ઠીક થવામાં હજુ ઘણો સમય લાગશે.