સમત દલિત સમાજ જામનગર જિલ્લા (અનુસૂચિ જાતિ સમાજ) દ્વારા કમિશનર વિજય ખરાડીને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નવીનિકરણ કરાવવા રજૂઆત કરી હતી. જેને અનુસંધાને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નવીનિકરણ તથા દલિત સમાજના અગ્રણીઓએ સાઈટ વીઝિટ કરી કમિશનરનો આભાર વ્યકત કર્યો હતો.
ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વર્ષો જૂની હોય જૂના પીલોરમાં આવેલા પથ્થરો તોડી જુની ડીઝાઈન મુજબ કોતરણી કરી ગે્રઈનાટ પથ્થર લગાડી તેમજ પ્રતિમા પાછળના ભાગમાં ડોમ બનાવી આપ્યો હતો તેમજ ગૌતમ બુધ્ધની વિશાળ કદની લાદી નાખી આપી હતી. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા માટે જૂની સીડી કાઢી નવી ડીઝાઈન વાળી સીડી બનાવી આપી હતી. આ તમામ તમામ કામોની સાઈટ વીઝીટ દલિત સમાજના અગ્રણીઓએ કરી હતી. તેમની સાથે ઈન્ચાર્જ સીટી ઈજનેર ભાવેશ જાની, સોલીડ વેસ્ટ ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, જુનિયર ઈજનેર હિતેશ મકવાણા તેમજ આ કામગીરી માટે છેલ્લાં ત્રણ વર્ષથી મહેનત કરનાર પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ, સંસ્થાના પ્રતિનિધિ હીરાભાઈ પરમાર, દિનેશભાઈ વાઘેલા, લખમણભાઈ વાઘેલા, વલુભાઈ, હિતેશભાઇ પ્રફુલ્લ પરમાર, વિરલ વાઘેલા, જવાહર ગોહિલ, સામતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને કામની સાઈટ ઉપર ઘટતા કામો કરી આપવા કમિશનર દ્વારા સૂચના આપતા સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા અનુસૂતિ જાતિ સમાજ દ્વારા કમિશનરનો આભાર વ્યકત કર્યો હતો.