Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsકોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો ઉપર ભારતીય શેરબજારની નજર…!!

કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો ઉપર ભારતીય શેરબજારની નજર…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૪.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૬૪.૫૭ સામે ૫૮૭૪૩.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૨૯૮.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૬.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૮.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૫૭૬.૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૨૩.૯૫ સામે ૧૭૬૦૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૨.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૬૧.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના નવા વેરિયન્ટનો ખોફ વિશ્વમાં ફેલાવા લાગતાં આર્થિક ચિંતાના પરિણામે વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની માર્ચ ૨૦૨૨ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ)ના રિઝલ્ટથી શરૂ થતાં આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સાવચેતી અને મેટલ, એનર્જી, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં નરમાઈએ સેન્સેક્સ, નિફટી બેઝડ સતત વેચવાલી જોવા મળી હતી. પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ફુગાવા કાબૂ બહાર અસહ્ય બની જવા સાથે હવે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલ રહ્યા હતા.

- Advertisement -

રશિયા-યુક્રેન યુદ્વની કટોકટીએ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધવા સાથે વૈશ્વિક ફાઈનાન્શિયલ, કોમોડિટીઝ માર્કેટોમાં મોટી અફડાતફડી જોવાઈ રહી છે. વૈશ્વિક શેરબજાર ડામાડોળ બનવા સાથે ભારતીય શેરબજાર પણ સાવચેતી યથાવત છે. ભારતીય શેરબજારમાં પણ આજે સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી નોંધાતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૧૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૧.૯૯ લાખ કરોડ રહ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સ્મોલ, મિડ  કેપ, રોકડાના શેરોમાં સતત વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૩ અને વધનારની સંખ્યા ૧૧૬૬ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્ચમાં દેશની ઈંધણ માગ વાર્ષિક ધોરણે ૪.૨૦% વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી હોવાનું ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના આંકડામાં જણાવાયું છે. પેટ્રોલ તથા ડીઝલનો વપરાશ કોરોના પહેલાના સ્તર કરતા પણ ઊંચો રહ્યો છે. માર્ચમાં પેટ્રોલિયમ પ્રોડકટસનો કુલ વપરાશ કુલ ૧.૯૪ કરોડ ટન્સ રહ્યો હતો, જે માર્ચ ૨૦૧૯ બાદ સૌથી વધુ છે. દેશના અર્થતંત્રમાં સુધારાને પગલે માર્ચમાં ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ માટેની માગ ઊંચી રહી હતી. દેશમાં પેટ્રોલિયમ પ્રોડકટસના કુલ વપરાશમાં ૪૦% હિસ્સો ધરાવતા ડીઝલની માગ ૬.૭૦ ટકા વધી ૭૭ લાખ ટન્સ રહી હતી.  ગેસોલિન અથવા પેટ્રોલનું વેચાણ ૬.૨૦% વધી ૨૯.૧૦ લાખ ટન્સ રહ્યું હતું. આમ પેટ્રોલ તથા ડીઝલની માગ કોરોના પહેલાના સ્તર કરતા ઊંચી રહી છે.

કૃષિ ક્ષેત્ર તરફથી મજબૂત માગને કારણે ડીઝલના વપરાશમાં વધારો થયો છે. આ ઉપરાંત ભાવ વધવાની ભીતિએ સ્ટોક કરવાને કારણે પણ માગ વધી હતી. રાંધણ ગેસ અથવા લિક્વિફાઈ  પેટ્રોલિયમ ગેસનું વેચાણ ૯.૯૦% વધી ૨૪.૮૦ લાખ ટન્સ રહ્યાનું પણ આંકડા જણાવે છે. આ ઉપરાંત નાફથાનું વેચાણ ૧૩.૨૦% વધી ૧૧.૧૦ લાખ ટન્સ રહ્યું હતું. સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં ઈંધણની માગ વાર્ષિક ધોરણે ૪.૩૦% વધી ૨૦.૨૭ કરોડ ટન્સ રહી હતી, જે નાણાં વર્ષ ૨૦૨૦ બાદ સૌથી વધુ છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં પેટ્રોલની માગમાં ૧૦.૩૦ ટકા જ્યારે ડીઝલની માગ ૫.૪૦% વધી હતી. જેટ ફ્યુઅલની માગ ૩૫% વધી પ૦ લાખ ટન્સ રહી હતી. જો કે કોરોના પહેલાના વર્ષમાં ૮૦ લાખ ટન્સની સરખામણીએ તે વિતેલા નાણાં વર્ષમાં નોંધપાત્ર નીચી રહી છે.

તા.૧૩.૦૪.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૪.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૦૫ પોઈન્ટ થી ૧૭૪૭૪ પોઈન્ટ, ૧૭૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૪.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૮૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૮૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૮૦૮ પોઈન્ટ થી ૩૭૬૭૬ પોઈન્ટ, ૩૭૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૮૦૭ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૨૨ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૭૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૫૪૪ ) :- રૂ.૧૫૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૮૮ ના બીજા સપોર્ટથી ટ્રેક્ટર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૩૨૬ ) :- આયર્ન & સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૬૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેસેન્જર કાર & યુટિલિટી વ્હીકલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૭૪ થી રૂ.૮૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૫૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરીઝ & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૪૭ થી રૂ.૨૫૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૨૨૦૨ ) :- રૂ.૨૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૬૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૮૮ થી રૂ.૨૧૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઈન્ડીગો ( ૧૯૩૮ ) :- એરલાઇન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૩૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એર કન્ડીશનર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૯૨૨ ) :- રૂ.૯૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૬૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular