Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોરોના મોતના ખોટા દાવાની તપાસ માટે ટુકડી ગુજરાતમાં

કોરોના મોતના ખોટા દાવાની તપાસ માટે ટુકડી ગુજરાતમાં

સુપ્રિમકોર્ટના આદેશ બાદ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ સહાય માટેના કલેઇમની સ્ક્રૂટીની કરવામાં આવશે

- Advertisement -

કોરોનાથી મૃત્યુ બાદ પરિવારોએ સહાય માટે કરેલા દાવા મુદ્દે કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની એક ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. જે કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારોના ક્લેઈમ કરેલી અરજીઓની રેન્ડમ તપાસ કરશે. NCDCના પ્રિન્સિપલ એડવાઇઝર ડો.એસ.વેંકટેશની આગેવાનીમાં સમગ્ર તપાસ કરાશે. NCDC ના જોઇન્ટ ડાયરેકટર ડો. સિમ્મી પણ તપાસમાં સામેલ થશે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે 24મી માર્ચના રોજ કોરોના મૃત્યુમાં થયેલા ખોટા દાવાઓને લઈ સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. આથી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અને કેરળમાં તપાસ થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખોટા ક્લેઈમ પર સ્ક્રુટીની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ડો.એસ.વેંકટેશના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની ટીમ તપાસ માટે રાજ્યમાં આવ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે સહાય ચૂકવણી અંગે તપાસ હાથ ધરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular