Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તમાકુના ડબલાની ચોરી આચરનાર શખ્સ ઝડપાયો

જામનગરમાં તમાકુના ડબલાની ચોરી આચરનાર શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં દુકાનના ઓટલા ઉપર રાખેલા તમાકુના 200 ડબલા ભરેલું રૂા.49 હજારનું બોકસ 30 મિનિટમાં ચોરી થયાના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને બાઈક અને ચોરાઉ બોકસ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગે્રઈન માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનના ઓટલા પાસે તમાકુના 200 ડબલા ભરેલું રૂા.49,680 ની કિંમતનું બોકસ માત્ર 30 મિનિટના સમય દરમિયાન જ કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયો હતો. આ તસ્કર અંગેની પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એસ. ચાવડાની સુચનાથી પીઆઈ કે.કે ભોયે તથા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, પોલીસ હે.કો. રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપ બારડ, દેવેન ત્રિવેદી, યુવરાજસિંહ જાડેજા, સંજય પરમાર, હિતેશ સાગઠીયા, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વિકટોરિયા પુલ પાસેથી વોચ ગોઠવી જીજે-10-ડીબી-1112 નંબરના બાઈકસવારને આંતરીને તલાસી લેતા ઈસ્માઇલ હારુન લોરુ નામના શખ્સ પાસેથી તમાકુના ડબલા ભરેલું બોકસ મળી આવતા પોલીસે બાઈક અને ચોરાઉ મુદ્દામાલ મળી કુલ રૂા.79,680 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં ઈસ્માઈલ અગાઉ 50 કિલો સોપારીની ચોરીમાં ઝડપાઇ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular