કાલાવડ તાલુકાના મકાજીમેઘપર ગામમાં રહેતાં અને ખેતી કરતા પ્રૌઢને તેના ખેતરમાં કોઇ ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મકાજીમેઘપર ગામમાં રહેતો દિલાવરસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.57) નામના પ્રૌઢ તેના ખેતરમાં ખેતીકામ કરતાં હતાં ત્યારે એકાએક જમણા પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ દાદુભા દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.