જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં આવેલી ઝુંપડપટ્ટીઓમાં રહેતા મહિલાનું વ્યવસાય બરાબર ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણને કારણે ઝુંપડામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પ્રદર્શન મેદાનમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં દિપાબેન હનુમાન પરમાર (ઉ.વ.35) નામના મહિલા વાળ વેચવાનો વ્યવસાય કરતા હતાં અને આ વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ અનુભવતા મહિલાએ શુક્રવારે વહેલીસવારના સમયે તેના ઝુંપડામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણીને સારવાર માટે ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ હનુમાનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.