છેલ્લા ઘણા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અત્યારે માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સનો બહુ ટ્રેન્ડ નથી, પરંતુ રોયલ એનફિલ્ડ તો રસ્તા પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. અને આજે રોયલ એનફિલ્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એક વ્યક્તિ તેની નવી બુલેટ સાથે મંદિરમાં પૂજા માટે પહોંચ્યો, મંદિરની બહાર બાઇક પાર્ક કરી અને જોતા જ બાઇકમાં આગ લાગી અને બાદમાં બોમ્બની જેમ બ્લાસ્ટ થયો. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#fire #blast #RoyalEnfield #viralvideo
રોયલ એનફિલ્ડમાં આગ લાગી…મૈસુરનો યુવક નવું બાઈક ખરીદી આંધ્ર પ્રદેશના અનંતપુરમાં કાસાપુરમ આંજનેય સ્વામી મંદિર પૂજા કરવા ગયો ત્યારે પેટ્રોલ ટેન્ક ફાટતા ગાડીમાં બ્લાસ્ટ થયો
રવિચંદ્રન નામના વ્યક્તિએ બાઈક 387 કિમી નોન સ્ટોપ ચલાવી હતી pic.twitter.com/HRm9x4R0PZ
— Khabar Gujarat (@khabargujarat) April 4, 2022
રવિચંદ્રન નામનો વ્યક્તિ નવું બુલેટ ખરીદીને મૈસુરથી આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આવેલા પ્રખ્યાત મંદિર કાસાપુરમ આંજનેય સ્વામી મંદિર પૂજા કરવા આવ્યો હતો. તેણે આ બાઈક 387 કિમી નોન સ્ટોપ ચલાવી હતી. બાઈકમાં પેટ્રોલ ટેન્ક ફાટી ગઈ હતી અને તેના કારણે આગ લાગી હતી. ગાડીમાં બ્લાસ્ટ પછી આજુબાજુની ગાડીઓમાં પણ આગ લાગી હતી. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.