ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા વાલીબેન ધર્મેશભા માણેક નામના 22 વર્ષના મહિલાએ ગત તા. 17 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ ધર્મેશભા ખીરાભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ હાથ ધરી છે.