Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સર્જાયેલા અગ્નિકાંડમાં પરપ્રાંતિય યુવાનનું સારવાર દરમિયાન...

ખંભાળિયા નજીક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સર્જાયેલા અગ્નિકાંડમાં પરપ્રાંતિય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આવેલી રાધેરાધે હોટલની પાછળના ભાગમાં આવેલા એક મકાનમાં તા.6 માર્ચના રોજ કોઈ કારણોસર ગેસ સિલિન્ડરમાં સ્પાર્ક થયા બાદ ધડાકાભેર બ્લાસ્ટ થતા સર્જાયેલા અગ્નિકાંડમાં ત્રણ યુવાનો ઘવાયા હતા. આ બનાવ અંગે જે-તે સમયે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આગજનીના આ બનાવમાં મૂળ નેપાળના રહીશ અને છેલ્લે ભીમરાણા ખાતે રહેતા રહેતા પ્રકાશ જયસિંહ પડિયાર નામના 18 વર્ષના નેપાલી યુવાનને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular