Tuesday, December 31, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટનના કેસમાં શિક્ષકને 6 માસની કેદ

ચેક રિર્ટનના કેસમાં શિક્ષકને 6 માસની કેદ

- Advertisement -

ફરિયાદી શિક્ષક મનિષભાઇ કરશનભાઇ ભાનએ તેમના મિત્ર શિક્ષક અજયકુમાર મનોજભાઇ સોલંકી સાથે નોકરી કરતાં હોય, ફરિયાદી મનિષભાઇ પાસેથી આરોપી અજયકુમારે રકમ રૂા. 3,00,000 અંગત જરુરીયાત માટે લીધા હતાં. આ રકમની ચૂકવણી અંગે આરોપી શિક્ષકે ફરિયાદી મનિષભાઇને તા. 19-5-2015ના દિવારનો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાનો લાખાભાવળ શાખાનો ચેક આપ્યો હતો. આ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વસુલાતે માટે રજૂ કરતાં આ ચેક વગર વસુલાતે ફન્ડસ ઇન્શફીશયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી ફરિયાદીએ આરોપીને નોટીસ આપવા છતાં આરોપીએ રકમ ન ચૂકવતા ફરિયાદીએ કોર્ટમાં વકીલ મારફત ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ 138 અન્વયે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં આરોપીને વોરંટ બજી જતાં આરોપીએ વોરંટ રદ્ કરાવેલ પરંતુ વોરંટ રદ્ના હુકમ મુજબ કોર્ટમાં જામીન આપેલ નહીં અને સદરહુ કેસમાં હાજર રહેલ નથી, જેથી સદરહુ કેસ જામનગરના એડી. ચીફ જ્યુડી. મેજી. બી.કે. જાદવની કોર્ટમાં ચાલી જતાં આ કામના આરોપી શિક્ષકને કોર્ટે છ માસની કેદની સજા તેમજ રકમ રૂા. 3,00,000 દંડ કર્યો છે અને આ દંડ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. ફરિયાદી વતી જામનગરના વિદ્વાન ધારાશાસ્ત્રી ક્રિપાલસિંહ આર. જાડેજા રોકાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular