Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતવીજ કંપનીઓ વર્ષે યુનિટે 40 પૈસા વધારી શકશે

વીજ કંપનીઓ વર્ષે યુનિટે 40 પૈસા વધારી શકશે

નવી ફોર્મ્યુલા પ્રમાણે વીજ નિયમન પંચે આપી છૂટ: 40 પૈસા ઉપર વધારા માટે અરજી કરવી પડશે

- Advertisement -

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ 2022-23ના વીજ દર માટે કરેલી ટેરિફ પીટીશનમાં કોઈપણ ભાવ વધારો માગ્યો નથી.

- Advertisement -

છતાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતની તમામ વીજ વિતરણ કંપનીઓ વીજદરમાં દર ત્રણ મહિને યુનિટે 10 પૈસાનો ઓછામાં ઓછો વધારો તો કરી જ શકશે.

ઇંધણ ખર્ચમાં 10 પૈસાથી વધુનો વધારો આવશે તો તે વધારો મંજૂર કરાવવા માટે દર ત્રણ મહિને તેમણે નવેસરથી જર્કમાં રજૂઆત કરવાની આવશે. અમદાવાદ, સુરતના વિસ્તારમાં વીજ પુરવઠો આપતી ટોરેન્ટ પાવરને પણ આ જ સુવિધાનો લાભ મળશે. ટોરન્ટ પાવરે પણ વીજદરમાં કોઈપણ વધારો માગ્યો નથી.

- Advertisement -

ગુજરાત વીજ નિયમન પંચની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ટોરેન્ટ પાવરને પણ તેના અમદાવાદ, ગાંધીનગર અને સુરતના વીજ વિતરણ માટે કોઈ પણ ભાવ વધારો આપવામાં આવ્યો નથી. જેટકોના ટ્રાન્સમિશન માટે મેગાવોટદીઠ દિવસના ભાવમાં નજીવો ઘટાડો કરી આપવામાં આવ્યો છે.

આ ભાવ રૂા. 4252.27 હતો તે ઘટાડીને 4047.60 કરી આપવામાં આવ્યો છે. ટૂંકાગાળાના ટ્રાન્સમિશન માટેના 2022-23ના વર્ષના દર 25.87 પૈસા કરી આપવામાં આવ્યા છે. જર્કની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીઓના ટ્રાન્સમિસન લોસમાં ઘટાડો આવ્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીનો ટ્રાનસમિશન લોસ નવ ટકા, દક્ષિણ ગુજરાતને 6.50 ટકા, મધ્ય ગુજરાતનો 9 ટકા અને પશ્ચિમ ગુજરાતનો ટ્રાન્સમિશન લોસ 16 ટકા રહ્યો હતો. ટોરેન્ટ પાવર અમદાવાદનો ટ્રાન્સમિશન લોસ 6.24 ટકા અને સુરતનો ટ્રાન્સમિશન લોસ 3.54 ટકા રહ્યોહ તો. ટોરેન્ટ પાવરને 2022-23ના વર્ષ માટે વીજખરીદીનો યુનિટદીઠ ખર્ચ રૂ. 4.88નો મંજૂર કરી આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular