જુનાગઢ પંથક માંથી અનેક વખત સિંહોના વિડીઓ સામે આવતા હોય છે. આવો જ એક વિડીઓ માંગરોળ પંથક માંથી સામે આવ્યો છે. કહેવત છે કે સિંહોના ટોળા ન હોય પરંતુ આ વિડીઓમાં 10 જેટલા સિંહોનું ટોળું રાત્રી દરમિયાન શિકારની શોધમાં લટાર મારી રહ્યું છે. જે વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#JUNAGADH #MANGROL #LION #VIDEO #Khabargujarat
સિંહોના પણ ટોળા હોય ! pic.twitter.com/kzvQwBeKmN
— Khabar Gujarat (@khabargujarat) March 29, 2022
વિડીઓમાં જોઈ શકાય છે કે 10 જેટલા સિંહનો પરીવાર વાડીમાં કુદીને પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ગામડાઓમાં સિંહો પ્રવેશ કરતાં હોય છે. ત્યારે આજે વધુ એક વિડીઓ સામે આવ્યો છે.