Friday, December 5, 2025
Homeરાજ્યજામજોધપુરમાં પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મૃત્યુ

જામજોધપુરમાં પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મૃત્યુ

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામની લાલાસ સીમમાં રહેતા પ્રૌઢને ચક્કર આવતા છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જીણાવારી ગામની લાલાસ સીમમાં રહેતા પુંજાભાઈ નારણભાઈ સીર (ઉ.વ. 50) નામના પ્રૌઢને તા. 25ના રોજ પોતાની વાડી એ ટ્રેક્ટર માંથી છત બનાવવાની પાપડીઓ ઉતરતા હતા તે દરમ્યાન ચક્કર આવતા છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન શનિવારે સાંજના સમયે તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાનાબેન દ્વારા જાણ કરાતા હે.કો. એસ.આર.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular