જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામ નજીક પિકઅપ વાનમાં જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોને ઈજા પહોંચી હતી.
જામનગરનો એક પરિવાર માનતા પૂરી કરવા માટે નીકળ્યો હતો. તેઓ જે વાહનમાં જઈ રહ્યા હતા તે બોલેરો પિકઅપ વાન ફલ્લા ગામ નજીક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. તેમાં માનતા પૂરી કરવા જતાં પરિવારના 10 જેટલા લોકોને ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.