મધ્યપ્રદેશના છતરપુરના બિજાવર જીલ્લામાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક પુરઝડપે આવતો બાઈક ચાલક રોડ ક્રોસ કરતી વખતે ડિવાઈડર સાથે અથડાયો હતો અને બાઈક પરથી રસ્તા પર પટકાયો હતો. તે જ સમયે સામેથી ફૂલ સ્પીડમાં હાર્વેસ્ટર આવ્યું અને યુવકનો જીવ માંડ બચ્યો. હાર્વેસ્ટર યુવક થી માત્ર જરાક દુર હતું અને ચાલકે યોગ્ય સમયે બ્રેક મારી દેતા યુવકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઘાયલ થયેલ યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ આ ઘટના સર્જાઈ ત્યારે અકસ્માત જોનારા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#MadhyaPradesh #CCTV #News #Khabargujarat
ડિવાઈડર સાથે અથડાતા બાઈકચાલક રસ્તા પર પડ્યો
સામેથી હાર્વેસ્ટર આવી રહ્યું હતું પરંતુ ચાલકે યોગ્યસમયે બ્રેક મારતા યુવકનો જીવ બચી ગયો
મધ્યપ્રદેશના છતરપુરના બિજાવર જીલ્લાનો બનાવ pic.twitter.com/BWEJuwwjr2
— Khabar Gujarat (@khabargujarat) March 24, 2022