કાલાવડ ખાતે 76 વિધાનસભા બેઠકની ભાજપ ઝોન બેઠક યોજવામાં આવી હતી. 76 કાલાવડ વિધાનસભા કાલાવડ, ધ્રોલ ,જોડિયા અને પીઠળ વિસ્તારના શહેર પ્રમુખ,તાલુકા પ્રમુખ સહિતના લોકોની બેઠક મળી હતી. જે બેઠક જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ઝોન બેઠકમાં તમામ મોરચાના આગેવાન, જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારી, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય સહિત ગામે ગામ થી ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ બેઠકમાં આગામી 6 એપ્રિલ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી સંદર્ભે કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસો માં વોલ પેન્ટીંગ તેમજ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજના ઓ ઘરે ઘર સુધી પહોંચાડવા કાર્યકર્તા આગેવાનો ને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. કુપોષિત બાળકોને સૂપોશિત કરવા તેમજ ઘરે ઘરે અભિયાન ચલાવવા આહવાન કરવામાં આવ્યું હતું.જિલ્લા પ્રમુખ રમેશ મુગરાના જણાવ્યા અનુસાર ભાજપ નો કાર્યકતા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે. ભાજપનો કાર્યકતા હંમેશા લોકો વચ્ચે રહે છે.ચૂંટણી ગમે ત્યારે આવે કાર્યકતા તૈયાર છે.