રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરમાં આઇએનએસ વાલસુરા નેવી ખાતે આવી રહ્યા છે. જેને ધ્યાને લઇ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિના પ્રવાસને ધ્યાને લેતાં જામનગરમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલનું પાલન કરવા તંત્ર અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના પ્રવાસને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જામનગરમાં જાહેર સ્થળોએ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે તેમજ ઠેર-ઠેર સુરક્ષા જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે. આમ રાષ્ટ્રપતિના પ્રવાસને લઇ જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.