Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયયુવકોએ નંબર પ્લેટ પર લખ્યું “ બોલ દેના પાલ સાહેબ આયે થે”...

યુવકોએ નંબર પ્લેટ પર લખ્યું “ બોલ દેના પાલ સાહેબ આયે થે” અને પછી…

ઉત્તરપ્રદેશના ઓરૈયામાં પોલીસે બાઈક સવાર ત્રણ શખ્સોની અટકાયત કરી છે. એ યુવકોએ તેમની બાઈક પર નંબર પ્લેટ પર નંબરની જગ્યાએ લખ્યું હતું, “ બોલ દેના પાલ સાહેબ આયે થે” આ ત્રણે યુવકો કાનપુરથી સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે પર ટોલપ્લાઝા પર પહોચતા પોલીસે તેને રોક્યા અને નંબર પ્લેટ વિષે પૂછી ત્રણેને પોલીસ દફતર લઇ જવામાં આવ્યા હતા.

- Advertisement -

પોલીસે ત્રણ યુવકો અનુજ પાલ, શુભમ પાલ અને અંકિત પાલ ત્રણેની અટકાયત કરી અને બાઈક પર જે લખ્યું હતું તેના વિષે પૂછ્યું તો તેઓએ કહ્યું કે ભૂલથી લખાઈ ગયું હતું. આ અંગે આઈપીએસ અભિષેક વર્માએ ટ્વીટ કરીને ફોટા સાથે લખ્યું કે આજે પોલીસની નજર એક બાઈક પર પડી જેમાં લખ્યું હતું બોલ દેના પાલ સાહેબ આયે થે. બાઈક પર બેઠેલા યુવકોને એ નહોતી ખબર કે પાલ સાહેબની આ સવારી આવી તો ખરા જઇ ન શકી. આ તો એ વાત થઇ કે રાહ મે ચલતે મુલાકાત હો ગઈ જિસસે ડરતે થે વહી બાત હો ગઇ. પોલીસે આ ત્રણે યુવકોની અટકાયત કરી લોકઅપમાં બંધ કરી દીધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular