Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયસાઉદી અરબમાં એક દિવસમાં 81 લોકોને ફાંસી અપાઈ

સાઉદી અરબમાં એક દિવસમાં 81 લોકોને ફાંસી અપાઈ

- Advertisement -

પોતાના ખૂબ જ કડક નિયમો માટે સમગ્ર વિશ્વમાં જાણીતા સાઉદી અરબે શનિવારે 81 લોકોને ફાંસીની સજા આપી હતી. આ સાથે સાઉદી અરબમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફાંસી આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.દુષ્કર્મ, હત્યા, ધાર્મિક સ્થળો ઉપર હુમલા, આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણી જેવા ગંભીર ગુના સાબીત થયા બાદ આ કઠોર પગલા ભરવામાં આવ્યા છે.

- Advertisement -

જે ગુનેગારોને સજા કરવામાં આવી છે તેમાં આતંકવાદી સંગઠન અલ કાયદા, ઈસ્લામિક સ્ટેટ અને હૂતી સંગઠન સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.સાઉદી પ્રેસ એજન્સીએ સાઉદી અરબના ગૃહ મંત્રાલયને ટાંકી કહ્યું છે કે ફાંસીની આપવામાં આવી હતી તેમાં 73 સાઉદી નાગરિક, સાત યમન નાગરિક તથા એક સીરિયાના નાગરિકનો સમાવેશ થાય છે.

મૃત્યુદંડની સજા કરવામાં આવેલા તમામ લોકો ઉપર સાઉદીની વિવિધ અદાલતોમાં કેસ ચલાવવામાં આવ્યા હતા, જેમાં દરેક વ્યક્તિ માટે ત્રણ અલગ-અલગ તબક્કામાં 13 ન્યાયધિશ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular