જામનગર શહેરના આણદાબાવા ચોક વિસ્તારમાં રહેલો વણિક યુવાનનું મકાન બે શખ્સોએ ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢમાં છાયા બજાર પાસે રહેતા અને મૂળ જામનગરના આણદાબાવાચોક વિસ્તારમાં શાંતિભુવન જૈન દેરાસર પાસેના વતની કલ્પેશ કિશોરચંદ મહેતા નામના વણિક યુવાનનું જામનગરમાં આણદાબાવા ચોકમાં આવેલુ મકાન ધર્મેશ ભગવાનજી દાઉદીયા ઉર્ફે ભુરા હકા દાઉદીયા અને કલ્પશે ભગવાનજી દાઉદીયા ઉર્ફે બંસી હકા દાઉદીયા નામના બે ભાઈઓએ યુવાનના મકાનમાં ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડયું હતું. મકાન ખાલી કરવા અવાર-નવાર રજુઆત કરવા છતાં બંને ભાઈઓએ મકાન ખાલી કર્યુ ન હતું. જેથી આખરે કંટાળીને કલ્પેશએ પોલીસમાં જાણ કરતા લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.જે. જલુ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.