વડોદરામાં સીટી બસના ચાલકના બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવી છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બસ સ્ટેશનમાં પ્રવેશ કરી રહી હતી તે દરમિયાન સીટી બસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી યુવતીને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
#Gujarat #Vadodara #CCTV #khabargujarat
વડોદરામાં સીટી બસના ચાલકે યુવતીને કચડી નાખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત pic.twitter.com/Kq7JtYKbak— Khabar Gujarat (@khabargujarat) March 9, 2022
આ સમગ્ર ઘટનાને લઇને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને આવા બેફામ ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સિટી બસના ડ્રાઈવર જયેશ પરમારને ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


